ઉપયોગની શરતો અને અસ્વીકરણ
MyOJA ("એપ્લિકેશન") નો ઉપયોગ કરવા બદલ આભાર, જેની માલિકી, સંચાલન અને પ્રબંધન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ દ્વારા કરવામાં આવે છે, જે ભારતીય કંપની અધિનિયમ, 1913 હેઠળ નોંધાયેલ કંપની છે જેની ઓફિસ ગેટવે બિલ્ડીંગ, એપોલો બંદર, મુંબઈ 400001 ખાતે આવેલ છે. (હવે પછી "કંપની" ને, "અમે" અથવા "અમને" તરીકે ઓળખવામાં આવશે, જે અભિવ્યક્તિ, જ્યાં સુધી તે સંદર્ભ અથવા તેના અર્થને પ્રતિકૂળ ન હોય, આનો અર્થ માનવામાં આવશે અને તેના તમામ અનુગામીઓ અને પરવાનગી આપેલી સોંપણીઓનો સમાવેશ થાય છે).
આ ઉપયોગની શરતો એપ્લિકેશન પર ઉપલબ્ધ ગોપનીયતા નીતિ સહિત સંદર્ભ દ્વારા સમાવિષ્ટ કોઈપણ દસ્તાવેજોની સાથે સાથે, અને કંપની દ્વારા એપ્લિકેશન પર મૂકી શકાય તેવા અન્ય તમામ ઓપરેટિંગ નિયમો, નીતિઓ અને પ્રક્રિયાઓ કે જેનો સંદર્ભ દ્વારા સમાવેશ કરવામાં આવેલ છે. (સામૂહિક રીતે "કરાર" તરીકે ઓળખવામાં આવે છે), એપ્લિકેશન અને તેના પર અથવા તેના દ્વારા ઓફર કરવામાં આવતી કોઈપણ સામગ્રી, કાર્યક્ષમતા, સબ-ડોમેન્સ અને સેવાઓ સુધી તમારા ઍક્સેસ અને ઉપયોગને નિયંત્રિત કરે છે.
વ્યાખ્યાઓ
આ ઉપયોગની શરતોમાં વપરાતા શબ્દો અને શબ્દસમૂહોને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે સિવાય કે તેના સંદર્ભ અથવા અર્થને પ્રતિકૂળ ન હોય:
કરારનો અર્થ કંપની અને વપરાશકર્તા વચ્ચે અહીં આપેલા નિયમો અને શરતો સાથેનો કરાર એવો થશે અને તેમાં ગોપનીયતા નીતિ અને અહીં ઉલ્લેખિત તમામ અનુસુચિઓ, પરિશિષ્ટો અને સંદર્ભોનો સમાવેશ થાય છે, સાથે સાથે કંપની દ્વારા સમય-સમય પર કરવામાં આવતા તમામ સુધારાઓનો પણ સમાવેશ થાય છે.
એપ્લિકેશનનોઅર્થ એ છે કે એ મોબાઇલ એપ્લિકેશન જેનો તમે ઉપયોગ કરી રહ્યાં છો જેમ કે, "MYOJA" અને એપ્લિકેશનમાંના તમામ વિભાગો, જ્યાં સુધી તેના પોતાના નિયમો અને શરતો દ્વારા સ્પષ્ટપણે બાકાત ન હોય.
કંપનીનો અર્થ "મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ" થશે.
સેવાનો અર્થ સામૂહિક રીતે કોઈપણ ઓનલાઈન સુવિધાઓ, સેવાઓ અથવા માહિતી છે કે જે એપ્લિકેશનના માધ્યમ દ્વારા વપરાશકર્તાના ઉપયોગ માટે અત્યારે અથવા ભવિષ્યમાં ઉપલબ્ધ છે.
વપરાશકર્તા(ઓ)/તમે/તમારોમતલબ કોઈપણ કુદરતી અથવા કાનૂની વ્યક્તિથી થશે કે જે કોઈપણ રીતે એપ્લિકેશનને ઍક્સેસ કરે છે, તેનો ઉપયોગ કરે છે, તેની સાથે વ્યવહાર કરે છે અને/અથવા લેણદેણ કરે છે.
ઉપયોગની શરતોની સ્વીકૃતિ:
1. કંપની અને વપરાશકર્તા વચ્ચેનો કરાર એ માહિતી ટેકનોલોજી અધિનિયમ, 2000 (સમય-સમય પર સુધારેલ) અને તેના હેઠળ વિવિધ કાયદાઓમાં ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સથી સંબંધિત તેને હેઠળ બનાવેલા નિયમો અનુસાર એક ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે. આ કરાર કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા ઈલેક્ટ્રોનિક રેકોર્ડ તરીકે જનરેટ કરવામાં આવ્યો છે અને તેને કોઈ ભૌતિક અથવા ડિજિટલ હસ્તાક્ષરની જરૂર નથી અને તેને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા) નિયમો, 2011 ના નિયમ 3(1) ની જોગવાઈઓ અનુસાર પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે(જેમ કે સમય સમય પર સુધારો કરવામાં આવ્યો છે).
2. આ એપ્લિકેશનનો ઉપયોગ અહીં આપેલા નિયમો અને શરતો દ્વારા નિયંત્રિત થાય છે. આના સિવાય, એપ્લિકેશન દ્વારા ઓફર કરવામાં આવતી કેટલીક સેવાઓ કંપની દ્વારા સ્વીકારવામાં આવેલા વધારાના નિયમો અને શરતોને આધીન હોઈ શકે છે. તે સેવાઓનો તમારો ઉપયોગ તે વધારાના નિયમો અને શરતોને આધીન છે, જેને આ સંદર્ભ દ્વારા ઉપયોગની આ શરતોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
3. આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને, બ્રાઉઝ કરીને, લેણ-દેણકરીને, વ્યવહાર કરીને અને/અથવા અન્યથા ઉપયોગ કરીને, તમે આ ઉપયોગની શરતો અને કરારને સ્વીકાર્યો હોવાનું માનવામાં આવશે. કોઈ કિસ્સામાં, દરેક વ્યવહાર દરમિયાન વપરાશકર્તાને કરારની તેની સ્વીકૃતિ અથવા અસ્વીકૃતિ વ્યક્ત કરવા માટે એક વિકલ્પ આપવામાં આવે છે, "હું સંમત છું" પર ક્લિક કરીને તમારી સ્વીકૃતિ માનવામાં આવશે કે તમે આ નિયમોને વાંચ્યા છે, સમજ્યા છે અને સ્વીકાર્યા છે અને તે મુજબ કરારને કંપની અને તમારી વચ્ચે કાયદેસર રીતે બંધનકર્તા અને લાગુ કરવા યોગ્ય કરાર તરીકે ગણવામાં આવશે. જો તમે આમાં આપેલ કોઈપણ નિયમો અને શરતો અથવા તમામ કરાર સાથે સંમત ન હોવ, તો તમે આ એપ્લિકેશનને જોવા, ઍક્સેસ કરવા, લેણ-દેણ કરવા અને/અથવા વ્યવહાર કરવા માટે અધિકૃત નથી.
4. આ એપ્લિકેશનનો તમારો ઉપયોગ (જેમાં કોઈપણ મર્યાદા વિના, આ વેબસાઇટ/એપ્લિકેશન પર ઉપલબ્ધ અથવા વર્ણવેલ તમામ સામગ્રી, સૉફ્ટવેર, ફંક્શન્સ, સેવાઓ, સામગ્રી અને માહિતીનો સમાવેશ થાય છે અથવા તેના માધ્યમ દ્વારા ઍક્સેસ કરવામાં આવે છે), અને આ એપ્લિકેશનના માધ્યમ દ્વારા કરવામાં આવેલ કોઈપણ માર્કેટિંગ અથવા પ્રચાર પ્રવૃત્તિઓ અથવા અન્ય કોઈપણ વસ્તુઓ કે સેવા("આનુષંગિક સેવા"), તમારા એકમાત્ર જોખમ પર છે. એપ્લિકેશન "જેવી છે" અને "જેવી રીતે ઉપલબ્ધ છે" ના ધોરણે પ્રદાન કરવામાં આવે છે.
5. આ એપ્લિકેશન પરની માહિતી, ફક્ત વપરાશકર્તાની માહિતી માટે છે અને અહીં સમાવિષ્ટ નિયમો, શરતો અને સૂચનાઓમાં ફેરફાર કર્યા વિના વપરાશકર્તાની સ્વીકૃતિને આધીન છે અને તેને વ્યાવસાયિક સલાહના વિકલ્પ તરીકે ગણવામાં આવવી જોઈએ નહીં.કંપની, તેની આનુષંગિક કંપનીઓ, સહયોગી કંપનીઓ, સલાહકારો, કર્મચારીઓ, ઠેકેદારો, સલાહકારો, એકાઉન્ટન્ટ્સ, એજન્ટો અને/અથવા સપ્લાયર્સ આ એપ્લિકેશન પર આપવામાં આવેલ માહિતી અને સેવાઓના આધાર પર વપરાશકર્તા દ્વારા કરવામાં કોઈપણ ક્રિયા અને/અથવા નિષ્ક્રિયતાને સીધી અને/અથવા પરોક્ષ રીતે સંબંધિત કોઈપણ પરિણામ માટે કોઈ જવાબદારી લેતા નથી. કંપની આ એપ્લીકેશન પર આપવામાં આવતી વિવિધ સેવાઓને સંબંધિત માહિતી માટે જવાબદાર નથી અને તેની સચોટતા, સંપૂર્ણતા અંગે કોઈ પ્રતિનિધિત્વ કરતી નથી. કંપની, તેના આનુષંગિકો, કર્મચારીઓ, સહયોગી કંપનીઓ, એકાઉન્ટન્ટ્સ, સલાહકારો, એજન્ટો, ઠેકેદારો અને સપ્લાયર્સની સત્યતા, સંપૂર્ણતા અથવા સમયરેખા સાથે સંબંધિત કોઈપણ નુકસાન અને/અથવા નુકસાન માટે જવાબદાર રહેશે નહીં.
6. તમારી સાથે કંપનીનો કોઈ ખાસ સંબંધ નથી અથવા તમારા પ્રતિ કોઈ વિશ્વાસુ ફરજ નથી. તમે સ્વીકારો છો કે નીચેનામાંથી કોઈપણને લગતી કોઈપણ કાર્યવાહી કરવાની અમારી કોઈ ફરજ નથી: ક્યાં વપરાશકર્તાઓને એપ્લિકેશનની ઍક્સેસ મળે છે; વપરાશકર્તાઓ એપ્લિકેશન દ્વારા કઈ સામગ્રીને ઍક્સેસ કરે છે; વપરાશકર્તાઓ પર સામગ્રીની શું અસર થઈ શકે છે; વપરાશકર્તાઓ કેવી રીતે સામગ્રીનું અર્થઘટન કરે છે અથવા ઉપયોગ કરી શકે છે; અથવા સામગ્રીના સંપર્કમાં આવવાને કારણે વપરાશકર્તાઓ શું પગલાં લે છે. અમે કોઈપણ ડેટા અથવા માહિતીની અધિકૃતતાની બાંયધરી આપી શકતા નથી જે વપરાશકર્તાઓ પોતાના વિશે અથવા તેમના અભિયાનો અને પ્રોજેક્ટ્સ વિશે પ્રદાન કરે છે. તમે એપ્લિકેશન દ્વારા સામગ્રી પ્રાપ્ત કરી છે કે નહીં, મેળવી છે કે નહી તે માટેની તમામ જવાબદારીમાંથી તમે અમને મુક્ત કરો છો. એપ્લિકેશનમાં કેટલાક લોકોને અપમાનજનક અથવા અયોગ્ય લાગે તેવી માહિતીનો સમાવેશ હોઈ શકે છે અથવા તમને તેવી વેબસાઇટ્સ અથવા વેબપેજ પર લઈ જઈ શકે છે. અમે ઉપરોક્ત વેબસાઇટ અને/અથવા એપ્લિકેશન પરની કોઈપણ સામગ્રી વિશે કોઈ રજૂઆત કરતા નથી, અને અમે આ વેબસાઇટ અને/અથવા એપ્લિકેશનની સેવાઓમાં સમાવિષ્ટ સામગ્રીની ચોકસાઈ, કૉપિરાઇટ પાલન, કાયદેસરતા અથવા શિષ્ટતા માટે જવાબદાર નથી.
એપ્લિકેશન પર વ્યવહાર કરવાની પાત્રતા:
એપ્લિકેશનનો ઉપયોગ માત્ર કુદરતી અને/અથવા કાનૂની વ્યક્તિઓ માટે જ ઉપલબ્ધ છે જેઓ ભારતીય કરાર અધિનિયમ, 1872 હેઠળ કાયદેસર રીતે બંધનકર્તા કરારો બનાવી શકે છે. ભારતીય કરાર અધિનિયમ, 1872 ના અર્થમાં "કોન્ટ્રેક્ટ કરવા માટે અસમર્થ" વ્યક્તિઓ જેમાં સગીરો, અમુક્ત નાદાર વગેરેનો સમાવેશ થાય છે તે કોઈપણ રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે પાત્ર નથી. જો તમે સગીર છો એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના છો, તો તમે એપ્લિકેશનના વપરાશકર્તા તરીકે નોંધણી કરી શકશો નહીં અને એપ્લિકેશન પર વ્યવહાર કે ઉપયોગ કરી શકશો નહીં. સગીર તરીકે જો તમે એપ્લિકેશનનો ઉપયોગ કરવા કે વ્યવહાર કરવા ઈચ્છો છો, તો આવો ઉપયોગ અથવા વ્યવહાર ફક્ત તમારા કાનૂની વાલી અથવા એપ્લિકેશન પર તમારા વતી તમારા માતા-પિતા દ્વારા જ થઈ શકે છે. જો તે કંપનીના ધ્યાનમાં આવે અથવા જો તમને ખબર પડે કે તમે 18 વર્ષથી ઓછી ઉંમરના છો તો કંપની તમારી સદસ્યતા સમાપ્ત કરવાનો અને/અથવા તમને એપ્લિકેશનની ઍક્સેસ આપવાનો ઇનકાર કરવાનો અધિકાર અનામત રાખે છે. કંપની કોઈ પણ એવા વ્યક્તિની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવાનો અધિકાર અનામત રાખે છે જે કોઈ સગીરને એપ્લિકેશન પર વપરાશકર્તા તરીકે નોંધણી કરાવવાનું કહે છે, તે જાણ્યા પછી પણ કે તે/તેણી 18 વર્ષથી ઓછી ઉંમરના છે.
લેણ-દેણ અને કોમ્યુનિકેશન માટેનું પ્લેટફોર્મ
1. તમે સંમત થાઓ છો અને સ્વીકારો છો કે કંપની ફક્ત સુવિધા આપનાર અને સેવા પ્રદાતા તરીકે કામ કરી રહી છે. તમે એ પણ સ્વીકારો છો કે ઉપકરણ માટેની સેવાઓ ફક્ત તે વિસ્તારોમાં ઉપલબ્ધ રહેશે જ્યાં ટેલિકોમ ઓપરેટરો દ્વારા નેટવર્ક સેવા પ્રદાન કરવામાં આવે છે.
2. જ્યારથી તમે એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું ત્યારથી લઈને તમારા અને અમારા બંને માટે વ્યાજબી રીતે અનુમાનિત ન હોય તવા કોઈપણ વ્યવસાય નુકસાન (નફા, આવક, કરારો, અપેક્ષિત બચત, ડેટા, સદ્ભાવના અથવા નકામા ખર્ચ સહિત) અથવા અન્ય કોઈપણ પરોક્ષ અથવા પરિણામી નુકસાન માટે અમે જવાબદાર હોઈશું નહીં.
3. અમે એપ્લીકેશન પર સૂચીબદ્ધ સેવાઓ અથવા સામગ્રી (ઉત્પાદન માહિતી અને/અથવા વિશિષ્ટતાઓ સહિત)ની ગુણવત્તા, યોગ્યતા, સચોટતા, વિશ્વસનીયતા, સંપૂર્ણતા, સમયસૂચકતા, પ્રદર્શન, સલામતી, વેપારીક્ષમતા, કોઈ વિશેષ ઉદ્દેશ્ય માટે ઉપયોગીતા અથવા યોગ્યતાના સંબંધમાં કોઈપણ વૉરંટી અથવા રજૂઆતો (સ્પષ્ટ અથવા ગર્ભિત) સ્પષ્ટપણે અસ્વીકાર કરીએ છીએ.જો કે અમે સામગ્રીમાં અચોક્કસતા ટાળવા માટે સાવચેતી રાખીએ છીએ, પણ આ એપ્લિકેશન, તમામ સામગ્રી, માહિતી, સૉફ્ટવેર, સેવાઓ અને સંબંધિત ગ્રાફિક્સ કોઈપણ પ્રકારની વોરંટી વિના, પ્રદાન કરવામાં આવે છે. અમે એપ્લિકેશન પરની સેવાની જોગવાઈને ગર્ભિત અથવા સ્પષ્ટપણે ટેકો અથવા સમર્થન આપતા નથી
શરતોમાં સુધારો કરવાનો કંપનીનો અધિકાર
1. અમે અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિથી સમય સમય પર આ ઉપયોગની શરતોને સુધારો કરીને અપડેટ કરી શકીએ છીએ. જ્યારે અમે તેને પોસ્ટ કરીએ છીએ ત્યારે તમામ ફેરફારો તરત જ લાગુ પડે છે અને ત્યારપછી એપ્લિકેશનના તમામ એક્સેસ અને ઉપયોગ પર લાગુ થાય છે. જો કોઈપણ કારણોસર એપ્લિકેશનનો તમામ અથવા કોઈપણ ભાગ કોઈપણ સમયે અથવા કોઈપણ સમયગાળા માટે અનુપલબ્ધ હોય તો અમે જવાબદાર હોઈશું નહીં. સમય-સમય પર, અમે એપ્લિકેશનના અમુક ભાગો અથવા સમગ્ર એપ્લિકેશનની ઍક્સેસને રજિસ્ટર્ડ વપરાશકર્તાઓ સહિત વપરાશકર્તાઓ માટે પ્રતિબંધિત કરી શકીએ છીએ.
2. સુધારો કરેલ ઉપયોગની શરતોને પોસ્ટ કર્યા પછી એપ્લિકેશનનો તમારા દ્વારા સતત ઉપયોગ કરવો એટલે કે તેનો અર્થ એ થાય છે કે તમે ફેરફારોને સ્વીકારો છો અને સંમત થાઓ છો. તમે સમય સમય પર/વારંવાર/દરેક વખતે આ એપ્લિકેશનને ઍક્સેસ કરો ત્યારે તમે આ પૃષ્ઠને તપાસો તેવી અપેક્ષા રાખવામાં આવે છે, જેથી તમે કોઈપણ ફેરફારોથી વાકેફ રહો, કારણ કે તે તમારા પર બંધનકર્તા છે.
નોંધણી, ડેટા અને જવાબદારીઓ
1. તમે સંમત થાઓ છો કે તમે આ એપ્લિકેશન સાથે નોંધણી કરવા માટે અથવા અન્યથા તમારા દ્વારા આપેલ તમામ માહિતી, જેમાં એપ્લિકેશન પરની કોઈપણ ઇન્ટરેક્ટિવ સુવિધાઓના ઉપયોગના માધ્યમ દ્વારા આપવામાં આવેલ માહિતીનો સમાવેશ થાય છે, પરંતુ તેના સુધી મર્યાદિત નથી, અમારી ગોપનીયતા નીતિ દ્વારા સંચાલિત થાય છે, અને તમે અમારી ગોપનીયતા નીતિ સાથે સુસંગત તમારી માહિતીના સંબંધમાં અમારા દ્વારા કરવામાં આવેલ બધી કાર્યવાહોઓને તમે સંમતિ આપો છો.
2. જો તમે અમારી સુરક્ષા પ્રક્રિયાઓના ભાગ રૂપે વપરાશકર્તાનું નામ, પાસવર્ડ અથવા માહિતીનો અન્ય ભાગ પસંદ કરો છો અથવા તમને પ્રદાન કરવામાં આવે છે, તો તમારે આવી માહિતીને ગોપનીય રાખવી જોઈએ, અને તમારે તેને કોઈપણ સંજોગોમાં, કોઈપણ અન્ય વ્યક્તિ અથવા એકમને આપવી જોઈએ નહીં. તમે એ પણ સ્વીકારો છો કે તમારું એકાઉન્ટ તમારા માટે વ્યક્તિગત છે અને તમારા વપરાશકર્તાનુંનામ, પાસવર્ડ અથવા અન્ય સુરક્ષા માહિતીનો ઉપયોગ કરીને આ એપ્લિકેશન અથવા તેના ભાગોની ઍક્સેસ કોઈપણ અન્ય વ્યક્તિને પ્રદાન ન કરવા માટે સંમત થાઓ છો. તમે તમારા વપરાશકર્તાનું નામ અથવા પાસવર્ડની કોઈપણ અનધિકૃત ઍક્સેસ અથવા ઉપયોગ અથવા સુરક્ષાના અન્ય કોઈપણ ભંગ વિશે અમને તરત જ સૂચિત કરવા માટે સંમત થાઓ છો. તમે એ સુનિશ્ચિત કરવા માટે પણ સંમત થાઓ છો કે તમે દરેક સેશનના અંતે તમારા એકાઉન્ટમાંથી બહાર નીકળો/લોગઆઉટ કરશો. તમારે સાર્વજનિક અથવા શેર કરેલ કમ્પ્યુટરથી તમારું એકાઉન્ટ ઍક્સેસ કરતી વખતે તમારે ખાસ સાવધાની રાખવી જોઈએ જેથી કરીને અન્ય લોકો તમારો પાસવર્ડ અથવા અન્ય વ્યક્તિગત માહિતી જોઈ શકે નહીં અથવા રેકોર્ડ કરી શકે નહીં.
3. કંપની તમારા દ્વારા આપવામાં આવેલી વિગતોને ચકાસવા માટે હકદાર હશે, જો તે યોગ્ય લાગે, અને જો આપવામાં આવેલી કોઈપણ માહિતી ખોટી અથવા ગેરમાર્ગે દોરનારી લાગે છે અને જો, અમારા મતે, તમે આ ઉપયોગની શરતોની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કર્યું છે, તો કંપનીને કોઈપણ સમયે કોઈપણ અથવા કોઈ કારણસર અમારી સંપૂર્ણ વિવેકબુદ્ધિથી કોઈપણ વપરાશકર્તાનું નામ, પાસવર્ડ અથવા અન્ય ઓળખકર્તાને અક્ષમ કરવાનો અધિકાર છે, પછી ભલે તે તમે પસંદ કરેલ હોય અથવા અમારા દ્વારા પ્રદાન કરેલ હોય.
4. કંપનીને ખોટી, અધૂરી અને/અથવા ગેરમાર્ગે દોરતી માહિતી આપવા બદલ તમારા પર લાગુ કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે અને/અથવા શિક્ષા થઈ શકે છે. તમે કંપની, તેની પેટાકંપનીઓ, આનુષંગિકો અને તેમના સંબંધિત અધિકારીઓ, નિર્દેશકો, એજન્ટો અને કર્મચારીઓને કોઈપણ દાવા અથવા માંગ અથવા કોઈપણ તૃતીય પક્ષ દ્વારા કરવામાં આવેલ વાજબી વકીલની ફી સહિતની ક્રિયાઓ અથવા તે ઉપયોગની શરતો અથવા સંદર્ભ દ્વારા સામેલ કરવામાં આવેલ કોઈપણ દસ્તાવેજનું તમારા દ્વારા ઉલ્લંઘન અથવા કોઈપણ કાયદા, નિયમો, વિનિયમો અથવા તૃતીય પક્ષના અધિકારોનું તમારા દ્વારા ઉલ્લંઘનને કારણે લાદવામાં આવેલ દંડ સહિતની ક્રિયાઓથી નુકસાનની ભરપાઈ કરવી પડશે અને વળતર ચૂકવવું પડશે.
5. તમે આ પ્રકારે સ્પષ્ટ રીતે કંપની અને/અથવા તેના આનુષંગિકો અને/અથવા તેના કોઈપણ અધિકારીઓ અને પ્રતિનિધિઓને વિક્રેતાઓની કોઈપણ ક્રિયા/નિષ્ક્રિયતાના કોઈપણ ખર્ચ, નુકસાન, જવાબદારી અથવા અન્ય પરિણામમાંથી સ્પષ્ટપણે મુક્ત કરો છો અને કોઈપણ કાનૂન, કરાર અથવા અન્યથા હેઠળ આ સંબંધમાં તમારા દ્વારા કરવામાં આવેલ કોઈપણ દાવા અથવા માંગણીઓને વિશેષ રૂપે માફ કરો છો.
6. તમે વધુમાં નીચેના પણ વચનો આપો છો:-
1. ઓન-રોડ અથવા ઑફ-રોડ વાહનની માલિકીમાં કોઈપણ ફેરફારના કિસ્સામાં તમે કંપની અથવા ડીલરશીપને જાણ કરશો કે જ્યાંથી વાહન ખરીદ્યું હતું અને બદલામાં KYC માં જરૂરી ફેરફારો કરવાની જરૂર રહેશે.
2. કે તમે સિમ અથવા ડિજીસેન્સ ડિવાઇસનો દુરુપયોગ કરશો નહીં અથવા એપ્લીકેશન દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓને ફરીથી વેચશો નહીં.
3. કે તમે વાહન પરના ડિજીસેન્સ ઉપકરણને દૂર/બદલશો નહીં.
બૌદ્ધિક સંપત્તિ અધિકારોની સૂચના
1. કંપની એપ્લિકેશનના સંબંધમાં તમામ કોપીરાઈટ્સ, ડિઝાઈન, પેટન્ટ, ટ્રેડમાર્ક, સર્વિસ ચિહ્ન, ટ્રેડ સિક્રેટ, ટેકનિકલ માહિતી અને અન્ય કોઈપણ પ્રકારના બૌદ્ધિક સંપદા અધિકારો અને અન્ય માલિકીના અધિકારોના કોઈપણ અન્ય રૂપે એકમાત્ર અને વિશિષ્ટ માલિક / લાઇસન્સ ધારક અને / અથવા માલિક છે. જેમાં કોઈપણ મર્યાદા વિનાના ટેક્સ્ટ, ગ્રાફિક્સ, છબીઓ, લોગો, બટન આઇકોન્સ, છબીઓ, ઑડિયો ક્લિપ્સ, વિડિયો ક્લિપ્સ, ડિજિટલ ડાઉનલોડ્સ, ડેટા સંકલન, સ્રોત કોડ, રિપ્રોગ્રાફિક્સ, ડેમો, પેચ, અન્ય ફાઇલો અને એપ્લિકેશન ("કંપની IPR") નો હિસ્સો બનવાવાળા સૉફ્ટવેરનો સમાવેશ થાય છે.
2. તમે કંપનીની પૂર્વ લેખિત સંમતિ વિના, કંપનીના કોઈપણ IPR નો ઉપયોગ કોઈપણ એવી સેવાના સંબંધમાં કરશો નહી જે કોઈપણ રીતે કંપની અથવા તેના આનુષંગિકો સાથે કોઈપણ રીતે જોડાયેલ અથવા પૂરી પાડવામાં આવતી ન હોય, અથવા કોઈપણ રીતે જેનાથી ગ્રાહકો વચ્ચે ભ્રમ થવાની શક્યતા હોય, અથવા કોઈપણ રીતે જેઓ સેવાઓ અથવા કંપની અથવા તેના આનુષંગિકોને અપમાન કરે છે અથવા બદનામ કરે છે.
3. એપ્લિકેશન પરની વિવિધ સેવાઓના સંદર્ભમાં અન્ય તમામ ટ્રેડમાર્ક્સ, કોપીરાઈટ્સ તેમના સંબંધિત માલિકોની વિશિષ્ટ બૌદ્ધિક સંપદા રહેશે અને કંપની આવી બૌદ્ધિક સંપત્તિના સંબંધમાં કોઈપણ અધિકારો, લાભો, રસ અથવા જોડાણનો દાવો કરશે નહીં, સિવાય કે અન્યથા સ્પષ્ટપણે પૂરી પાડવામાં આવેલ હોય
4. એપ્લિકેશન પરના કંઈપણ અથવા કોઈપણ સેવાના તમારા ઉપયોગને કંપની IPR માં, અથવા કોઈપણ તૃતીય પક્ષનું કોઈપણ લાયસન્સ અથવા અન્ય અધિકારો પ્રદાન કરવાના રૂપે સમજવમાં આવશે નહી, પછી ભલે તે ગર્ભિત હોય કે અન્યથા, સ્પષ્ટ રીતે પ્રદાન કરેલ હોય.
5. એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ કરવામાં આવેએલ કોડ અથવા અન્ય સામગ્રીઓ સહિત કોઈપણ ફોટોગ્રાફ્સ/સૉફ્ટવેર, કંપની અને/અથવા તેના સપ્લાયર્સ અને આનુષંગિકોનું કૉપિરાઇટ કરેલ કાર્ય છે. જો તમે એપ્લિકેશનમાંથી સૉફ્ટવેર ડાઉનલોડ કરો છો, તો સૉફ્ટવેરનો ઉપયોગ સૉફ્ટવેર લાઇસેંસ કરારમાં લાઇસન્સની શરતોને આધીન છે જે સૉફ્ટવેરની સાથે આવે છે અથવા પ્રદાન કરવામાં આવે છે. જ્યાં સુધી તમે લાગુ પડતા સોફ્ટવેર લાઇસન્સ કરારની શરતો વાંચી અને સ્વીકારી ન લો ત્યાં સુધી તમે સોફ્ટવેર ડાઉનલોડ અથવા ઇન્સ્ટોલ કરી શકશો નહીં. ઉપરોક્ત વિગતોને મર્યાદિત કર્યા વિના, સૉફ્ટવેરની કૉપિ અથવા પુનઃઉત્પાદન કોઈપણ અન્ય સર્વર અથવા સ્થાન પર વધુ પુનઃઉત્પાદન અથવા પુનઃવિતરણ માટે સ્પષ્ટપણે પ્રતિબંધિત છે, સિવાય કે અન્યથા સૉફ્ટવેરના કિસ્સામાં લાગુ સૉફ્ટવેર લાઇસન્સ કરારમાં પ્રદાન કરવામાં આવ્યું હોય, અથવા કોડઅથવા અન્ય ડાઉનલોડ કરવા યોગ્ય સામગ્રીના કિસ્સામાં, કંપનીની કોઈ સ્પષ્ટ લેખિત સંમતિ નથી.
6. તમે એવી કોઈપણ વેબસાઈટ અને/અથવા મોબાઈલ એપ્લીકેશન બનાવવા અથવા બનાવવાનો પ્રયાસ કરશો નહિ અથવા એવી વેબસાઈટ અને/અથવા મોબાઈલ એપ્લીકેશન બનાવવા માટે વિનંતી કરશે નહીં જે એપ્લિકેશન જેવી/ભ્રામક રીતેસમાન હોય. કંપની એપ્લિકેશન જેવી કોઈપણ ઉપરોક્ત પ્રવૃત્તિઓના કિસ્સામાં, યોગ્ય લાગે તેમ કોઈપણ કાર્યવાહી શરૂ કરવાનો અધિકાર અનામત રાખે છે.
7. તમે સંમત થાઓ છો કે એપ્લિકેશન પર દેખાતી સામગ્રીઓ કોપીરાઈટ્સ, ટ્રેડમાર્ક્સ, સર્વિસ માર્કસ, પેટન્ટ્સ, વેપાર રહસ્યો અથવા બૌદ્ધિક સંપદા અધિકારો સહિત અન્ય અધિકારો અને કાયદાઓ દ્વારા સુરક્ષિત હોઈ શકે છે. તમે એપ્લિકેશનમાં સમાવિષ્ટ તમામ કોપીરાઈટ અને અન્ય કાનૂની સૂચનાઓ, માહિતી અને પ્રતિબંધોનું પાલન અને જાળવણી કરશો.
8. કરાર તમને ફક્ત તમારા વ્યક્તિગત ઉપયોગ માટે એપ્લિકેશનનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે અને તમારે કોઈપણ વ્યવસાયિક હેતુઓ માટે એપ્લિકેશનના કોઈપણ ભાગ અથવા કોઈપણ સેવાઓ અથવા સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તમારે અમારી એપ્લિકેશન પર કોઈપણ ઈલેક્ટ્રોનિક અથવા નોન-ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં, પુનઃઉત્પાદન, વિતરણ, સંશોધિત, વ્યુત્પન્નકાર્યો બનાવવા જોઈએ નહી, સાર્વજનિક રૂપે પ્રદર્શિત, સાર્વજનિક રૂપે પ્રદર્શન, પુનઃપ્રકાશિત, ડાઉનલોડ, સંગ્રહ, ફેલાવો અથવા પ્રસારણ કરવું જોઈએ નહી, જાહેર અથવા ખાનગી ઇલેક્ટ્રોનિક પુનઃપ્રાપ્તિ સિસ્ટમ અથવા સેવામાં સમાવેશ કરવો જોઈએ નહી.।
9. તમે સેવાઓના કોઈપણ ભાગના કોઈપણ સ્રોત કોડ અથવા અંતર્ગત વિચારો અથવા અલ્ગોરિધમ્સને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાંકેતિક લખાણને ઉકેલવાનો, વિઘટન કરવાનો, અલગ કરવાનો, રિવર્સ એન્જિનિયર કરવાનો અથવા અન્યથામેળવવાનો પ્રયાસ કરશો નહીં.
10. જો તમે ઉપયોગની શરતોનું ઉલ્લંઘન કરીને એપ્લિકેશનના કોઈપણ ભાગને પ્રિન્ટ, કોપી, સંશોધિત, ડાઉનલોડ અથવા અન્યથા ઉપયોગ કરો છો અથવા અન્ય કોઈ વ્યક્તિને આપો છો, તો એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો તમારો અધિકાર તરત જ બંધ થઈ જશે અને તમારે અમારા વિકલ્પમાં, તમે બનાવેલ સામગ્રીની કોઈપણ નકલોને પરત કરશો અથવા નાશ કરશો. એપ્લિકેશન અથવા સાઇટ પરની કોઈપણ સામગ્રીમાં અથવા તેમાં કોઈ અધિકાર, શીર્ષક અથવા રુચિ તમને સ્થાનાંતરિત કરવામાં આવી નથી, અને સ્પષ્ટપણે મંજૂર ન કરાયેલા તમામ અધિકારો કંપની દ્વારા આરક્ષિત છે. આ ઉપયોગની શરતો દ્વારા સ્પષ્ટપણે મંજૂરી ન આપવા પર એપ્લિકેશનનો કોઈપણ ઉપયોગ આ ઉપયોગની શરતોનો ભંગ છે અને તે કોપીરાઈટ, ટ્રેડમાર્ક અને અન્ય કાયદાઓનું ઉલ્લંઘન કરી શકે છે.
શુલ્ક
એપ્લિકેશનની ઍક્સેસ કંપની દ્વારા સમય સમય પર તેની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી નક્કી કરવામાં આવશે અને તે વપરાશકર્તાને તેની જાણકારી આપશે. કંપની નવી સેવાઓ ચાલુ કરી શકે છે અને એપ્લિકેશન પર ઓફર કરવામાં આવતી કેટલીક અથવા બધી વર્તમાન સેવાઓમાં ફેરફાર કરી શકે છે. જ્યાં સુધી અન્યથા જણાવ્યું ન હોય ત્યાં સુધી, તમામ ફી ભારતીય રૂપિયામાં લેવામાં આવશે. કંપનીને ચૂકવણી કરવા માટે ભારતમાં લાગુ કાયદાઓ સહિત તમામ લાગુ કાનુનોના પાલન માટે તમે સંપૂર્ણપણે જવાબદાર રહેશો.
કંપની વતી પ્રતિનિધિત્વ અને વોરંટી
કંપની એપ્લિકેશન પર ઓફર કરવામાં આવતી સેવાઓની ગુણવત્તા અથવા મૂલ્ય જેવી વિશિષ્ટતાઓનું પ્રતિનિધિત્વ કરતી નથી અથવા તેની વોરંટી આપતી નથી. કંપની એપ્લિકેશન પરની સેવાઓને ગર્ભિત અથવા સ્પષ્ટપણે ટેકો કે સમર્થન આપતી નથી. અમે તૃતીય પક્ષો વતી કોઈપણ ત્રુટિ અથવા ભૂલો માટે જવાબદાર નથી.
તમારા દ્વારા આપવામાં આવેલી ખોટી, અધૂરી અને/અથવા ખોટી માહિતીને કારણે તમને થયેલા કોઈપણ નુકસાન અને/અથવા ક્ષતિ માટે કંપની કોઈપણ રીતે જવાબદાર રહેશે નહીં.
વપરાશકર્તા વતી પ્રતિનિધિત્વ અને વોરંટી
1. વપરાશકર્તા પ્રતિનિધિત્વ કરે છે અને વોરંટી આપે છે કે વપરાશકર્તા એઇ માહિતીના માલિક છે અને/અથવા તેને શેર કરવા માટે, અધિકૃત છે જે વપરાશકર્તા એપ્લિકેશન પર આપે છે અને આ માહિતી સાચી, સંપૂર્ણ, સચોટ છે, તેમજ ગેરમાર્ગે દોરતી નથી, કોઈપણ કાયદા, સૂચના, આદેશ, પરિપત્ર, નીતિ,નિયમો અને વિનિયમોનું ઉલ્લંઘન કરતી નથી, કોઈપણ વ્યક્તિ માટે હાનિકારક નથી અથવા લિંગ, જાતિ, કુળ અથવા ધર્મ અને/અથવા મિલકતના સંદર્ભમાં ભેદભાવપૂર્ણ નથી.
2. વપરાશકર્તા કંપની અને/અથવા તેના શેરહોલ્ડરો, ડિરેક્ટર્સ, કર્મચારીઓ, અધિકારીઓ, આનુષંગિકો, સહયોગી કંપનીઓ, એડવાઇઝરો, એકાઉન્ટન્ટ્સ, એજન્ટો, સલાહકારો, કોન્ટ્રાક્ટરો અને/અથવા સપ્લાયર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ અને//અથવા કંપનીને આપવામાં આવેલ માહિતીના પરિણામ સ્વરૂપે તમામ દાવાઓ માટે નુકસાન ભરપાઈ કરવા અને નુકસાની રાખવાનું વચન આપે છે. કંપની વપરાશકર્તા દ્વારા પોસ્ટ કરેલ આવી માહિતીને વપરાશકર્તાને કોઈપણ પૂર્વ સૂચના વિના દૂર કરવા માટે હકદાર રહેશે.
3. વપરાશકર્તા સમજે છે કે કંપની પાસે એપ્લિકેશન પર કોઈપણ દ્વારા રજૂ કરેલી માહિતીની ચોકસાઈ પર કોઈપણ જાતનું નિયંત્રણ નથી અને તેથી તે સંમત થાય છે કે એપ્લિકેશન પર વપરાશકર્તા અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા સબમિટ કરેલી કોઈપણ માહિતીની અચોક્કસતાને કારણે કંપની કોઈપણ નુકસાન, ક્ષતિ, ખર્ચ, વ્યય વગેરે માટે જવાબદાર રહેશે નહીં.
4. વપરાશકર્તા એપ્લિકેશન પર અપલોડ કરશે નહીં અથવા અન્યથા એપ્લિકેશન દ્વારા એવી કોઈપણ બાબત અથવા સામગ્રીનું વિતરણ અથવા પ્રકાશિત કરશે નહીં જે અપમાનજનક, અશ્લીલ, ગેરકાયદેસર, બદનક્ષીપૂર્ણ, અશ્લીલ, જાતિવાદી અથવા અન્યથા ગેરકાનૂની હોય અથવા કોઈપણ કમ્પ્યુટર સિસ્ટમ અથવા નેટવર્કમાં વિક્ષેપ ઉભી કરવા માટે રચાયેલ હોય. કંપની વપરાશકર્તા પ્રત્યેની જવાબદારી વિના અને અમારા વિવેકબુદ્ધિથી અમારા સર્વરમાંથી આવી કોઈપણ સામગ્રીને તાત્કાલિક દૂર કરવા માટે હકદાર રહેશે. કોઈપણ વપરાશકર્તા એપ્લિકેશન પર કોઈપણ સંદેશ પોસ્ટ કરશે નહીં જે આ એપ્લિકેશનના સંદર્ભમાં સ્વીકાર્ય વપરાશકર્તા નીતિઓનું ઉલ્લંઘન કરતું હોય. અમે આવી તમામ પોસ્ટને કાઢી નાખવા અને દૂર કરવાનો અધિકાર અનામત રાખીએ છીએ.
5. જો કોઈ ઘટનામાં, વપરાશકર્તાને એપ્લિકેશન પર તેની/તેણીની માહિતી ("વપરાશકર્તા સબમિશન્સ") ને રજૂ કરવી આવશ્યક હોય તો, વપરાશકર્તા સંમત થાય છે અને બાંહેધરી આપે છે કે વપરાશકર્તા તેના માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે અને પુષ્ટિ કરે છે કે આવા વપરાશકર્તા સબમિશન્સ:
(a) સંપૂર્ણ, સાચું, સંબંધિત અને સચોટ છે.
(b) કપટપૂર્ણ નથી.
(c) કોઈપણ તૃતીય પક્ષની બૌદ્ધિક સંપત્તિ, વેપાર રહસ્ય અને/અથવા અન્ય માલિકીના અધિકારો અને/અથવા ગોપનીયતાનું ઉલ્લંઘન કરતું નથી.
(d) અપમાનજનક, બદનક્ષીપૂર્ણ, ગેરકાયદેસર રીતે ધમકી આપનાર અને/અથવા ગેરકાયદેસર રીતે પજવણી કરનાર નહીં હોય.
(e) અભદ્ર, અશ્લીલ અને/અથવા કોઈપણ પ્રવર્તમાન કાયદા, નિયમો અને વિનિયમો, કોઈપણ કોર્ટ, ફોરમ, વૈધાનિક સત્તાના આદેશ હેઠળ પ્રતિબંધિત હોય તેવી કોઈપણ વસ્તુ શામેલ હોવી જોઈએ નહીં.
(f) રાજદ્રોહ, આક્રમક, અપમાનજનક, વંશીય, જાતિય અને/અથવા ધાર્મિક દ્વેષ, ભેદભાવપૂર્ણ, ભયજનક, કઠોર, નિંદાત્મક, ઉશ્કેરણીજનક, નિંદાકારક, આત્મવિશ્વાસને ભંગ કરનાર, ગોપનીયતાને ભંગ કરનાર અને/અથવા જેનાથી હેરાનગતિ અને/અથવા અસુવિધા થઈ શકે છે, તેવું થશે નહી.
(g) એવી વર્તણૂકની રચના અને/અથવા પ્રોત્સાહિત કરશે નહીં જેને ફોજદારી ગુનો ગણવામાં આવશે, નાગરિક જવાબદારીમાં વધારો કરશે અને/અથવા અન્યથા કાયદાની વિરુદ્ધ હશે.
(h) તકનીકી રીતે હાનિકારક હશે નહી (જેમાં કોઈ મર્યાદા વિના કોમ્પ્યુટર/મોબાઈલ વાઈરસ, વોર્મ્સ, અથવા અન્ય કોઈપણ કોડ અથવા ફાઈલોએનઓ સામેલ હશે) અથવા અન્ય કમ્પ્યુટર પ્રોગ્રામિંગ રૂટિન કે જે કોઈપણ સિસ્ટમ, ડેટા અથવા વ્યક્તિગત માહિતીની કાર્યક્ષમતાને નુકસાન પહોંચાડી શકે છે, નાશ કરી શકે છે, મર્યાદિત કરી શકે છે, વિક્ષેપ પાડી શકે છે, તેમાં દખલ કરી શકે છે, મૂલ્ય ઘટાડી શકે છે. ગુપ્ત રીતે અટકાવવી અથવા જપ્ત કરી શકે છે.
(i) કંપની માટે કરજ ઊભું કરશે નહીં અથવા કંપનીને કંપનીના ISP અથવા અન્ય સપ્લાયર્સની સેવાઓ ગુમાવવાનું કારણ બનશે નહીં.
(j) રાજકીય પ્રચાર, અવાંછિત અથવા અનધિકૃત જાહેરાતો, પ્રમોશનલ અને/અથવા વ્યાપારી વિનંતીઓ, ચેઇન લેટર્સ, સામૂહિક મેઇલિંગ અને/અથવા 'સ્પામ' અથવા વિનંતીના કોઈપણ સ્વરૂપમાં નથી.
(k) અન્ય કોઈપણ રીતે ગેરકાયદેસર નથી.
તમે કંપનીને વિશ્વવ્યાપી, બિન-વિશિષ્ટ, કાયમી, અફર, રોયલ્ટી-મુક્ત, સબ લાયસન્સપાત્ર, ટ્રાન્સફરપાત્ર અધિકાર (અને તેના વતી કાર્ય કરતા અન્ય લોકોને મંજૂરી આપવા માટે) આપો છો. (i) ઉપયોગ, સંપાદિત, સંશોધન, વ્યુત્પન્ન કાર્યો તૈયાર કરવા, પુનઃઉત્પાદન, હોસ્ટ, પ્રદર્શન, સ્ટ્રીમ, સંચાર, પ્લેબેક, ટ્રાન્સકોડ, નકલ, સુવિધા, બજાર, વેચાણ, વિતરણ અને અન્યથા તમારા વપરાશકર્તા સબમિશન્સ અને તમારા ટ્રેડમાર્ક્સ, સેવા ચિહ્ન, નારાઓ, લોગો, અને આવી જ રીતે માલિકીના અધિકારો, જો કોઈ હોય તો, ના સંબંધમાં (a) ઉત્પાદનો, (b) કંપનીના (અને તેના અનુગામીઓ અને સોંપણીઓ) વ્યવસાયો, (c) કોઈપણ મીડિયા ફોર્મેટમાં અને કોઈપણ મીડિયા ચેનલ (જેમાં મર્યાદા વિના, તૃતીય-પક્ષની વેબસાઇટ્સ સહિત) ના માધ્યમ દ્વારા એપ્લિકેશન (અને તેના વ્યુત્પન્ન કાર્યો) ના તમામ ભાગનો પ્રચાર, માર્કેટિંગ કરવું અને પુનઃવિતરણ કરવું; (ii) સેવા કરવા અને તેનું માર્કેટિંગ કરવા માટે જરૂરી હોય તે કોઈપણ અન્ય પગલાં લેવા; અને (iii) સેવાની જોગવાઈ અથવા માર્કેટિંગના સંબંધમાં, વપરાશકર્તા સબમિશન્સ, નામો, સમાનતાઓ અને વપરાશકર્તાની વ્યક્તિગત અને જીવનસંબંધી સામગ્રીનો ઉપયોગ અને પ્રકાશિત કરવા, અને અન્ય લોકોને ઉપયોગ અને પ્રકાશિત કરવાની પરવાનગી આપવી. કંપનીને આપેલ ઉપરોક્ત લાયસન્સ અનુદાન તમારા વપરાશકર્તા સબમિશન્સમાં તમારી અન્ય માલિકી અથવા લાયસન્સ અધિકારોને અસર કરતું નથી, જેમાં તમારા વપરાશકર્તા સબમિશનને વધારાના લાઇસન્સ આપવાના અધિકારનો સમાવેશ થાય છે. વધુમાં, વપરાશકર્તા સંમત થાય છે અને સમજે છે કે કંપની આવા વપરાશકર્તા સબમિશન અથવા તેના ભાગને દૂર કરવા અને/અથવા સંપાદિત કરવાનો અધિકાર અનામત રાખે છે.
6. उपयोगकर्ता पुष्टि करता है कि वह सभी सूचनाओं, ऐप पर आयोजित प्रतियोगिताओं की सभी शर्तों और इसमें शामिल और उल्लिखित सभी नियमों और शर्तों (समय-समय पर संशोधित) का पालन करेगा।
7. વપરાશકર્તા પુષ્ટિ કરે છે કે તે/તેણી બધી સૂચનાઓ, એપ્લિકેશન પર યોજાયેલી સ્પર્ધાઓની તમામ શરતો અને અહીં સમાવિષ્ટ અને ઉલ્લેખિત તમામ નિયમો અને શરતો (સમયાંતરે સુધારો કરેલ) નું પાલન કરશે.
8. વપરાશકર્તા બાંહેધરી આપે છે અને પુષ્ટિ કરે છે કે વપરાશકર્તા કંપનીની એપ્લિકેશન અથવા તેમાં આપેલ સેવાઓનો ઉપયોગ કોઈ એવા હેતુ માટે કરશે નહીં જે કરારની શરતો અને/અથવા કોઈપણ લાગુ કાયદા હેઠળ ગેરકાયદેસર અને/અથવા પ્રતિબંધિત હોય. વપરાશકર્તા એપ્લિકેશન અને/અથવા તેમાં આપેલ સેવાઓનો એવી રીતે ઉપયોગ કરશે નહીં કે જે એપ્લિકેશન અને/અથવા તેમાંની કોઈપણ સેવાઓ અને/અથવા એપ્લિકેશન સાથે જોડાયેલા નેટવર્કને નુકસાન પહોંચાડી શકે છે, અક્ષમ કરી શકે છે, વધુ પડતું દબાણ કરી શકે છે અને/અથવા નુકસાન પહોંચાડી શકે છે અને અન્ય વપરાશકર્તાઓની એપ્લિકેશન અને/અથવા તેમાંની સેવાઓનો ઉપયોગ અને આનંદમાં દખલ કરી શકે.
9. વપરાશકર્તાએ હેકિંગ, ફિશિંગ, પાસવર્ડ માઇનિંગ અને/અથવા અન્ય કોઈપણ માધ્યમો દ્વારા એપ્લિકેશન પરની કોઈપણ સેવા, અન્ય વપરાશકર્તાઓના ખાતા(ઓ), કમ્પ્યુટર સિસ્ટમ્સ અને/અથવા એપ્લિકેશન સાથે જોડાયેલા નેટવર્કને ગેરકાયદેસર રીતે ઍક્સેસ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. વપરાશકર્તા કોઈપણ એવા માધ્યમ દ્વારા કોઈપણ સામગ્રી અથવા માહિતી મેળવવાનો પ્રયાસ કરશે નહીં જે ઈરાદાપૂર્વક એપ્લિકેશનના માધ્યમ દ્વારા વપરાશકર્તાને આપવામાં આવી નથી.
10. એપ્લિકેશનમાં અન્ય વપરાશકર્તાઓ/તૃતીય પક્ષો દ્વારા સબમિટ કરવામાં આવેલી ચોક્કસ સામગ્રી અથવા જાહેરાતો હોઈ શકે છે. કંપની આવી સામગ્રીની સૂચિઓ, સચોટતા, લાગુ કાયદાની અનુરૂપતા માટેની તેની જવાબદારીને અસ્વીકાર કરે છે. એપ્લિકેશન પર સમાવેશ કરવા માટે સબમિટ કરેલી સામગ્રી લાગુ કાયદાઓનું પાલન કરે છે તેની ખાતરી કરવાની જવાબદારી ફક્ત આવા વપરાશકર્તાઓ અને જાહેરાતકર્તાઓ પર છે અને કંપની જાહેરાત સામગ્રીમાં કોઈપણ દાવા, ભૂલ, ચૂક અને/અથવા અચોક્કસતા માટે જવાબદાર રહેશે નહીં. કંપની નિવેશ માટે સબમિટ કરેલી કોઈપણ જાહેરાત સામગ્રીની અવગણના, સ્થગિત અને/અથવા સ્થાન બદલવાનો અધિકાર અનામત રાખે છે.
સમાપ્તિ
1. કંપની, કોઈપણ સમયે, કોઈપણ પૂર્વ સૂચના અને/અથવા જવાબદારી વિના, તમામ સેવાઓ અને/અથવા એપ્લિકેશનની ઍક્સેસને તરત જ સમાપ્ત અથવા સસ્પેન્ડ કરી શકે છે. જો:
(क) વપરાશકર્તા કરાર અને/અથવા અન્ય સમાવિષ્ટ કરારો અને/અથવા માર્ગદર્શિકાના કોઈપણ નિયમો અથવા શરતોનો ભંગ કરે છે.
(ख) પ્રવર્તન કાયદા અને/યા અન્ય સરકારી એજેન્સીઓ દ્વારા અરજી કરવામાં આવે ત્યારે.
(ग) એપ્લિકેશન અને/અથવા સેવા (અથવા તેના કોઈપણ ભાગ) ને બંધ કરવી અને/અથવા તેમાં કોઈ મહત્વપૂર્ણ સંશોધન કરવું.
(घ) વપરાશકર્તા દ્વારા કપટપૂર્ણ અને/અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંલગ્નતા.
(ड़) એપ્લિકેશન અને/અથવા સેવાઓના ઉપયોગના સંબંધમાં વપરાશકર્તા દ્વારા બાકી રહેલી કોઈપણ ફીની ચુકવણી ન કરવી.
(च) વપરાશકર્તાની ખાતાની સમાપ્તિ થવામાં શામેલ છે:
(छ) સેવાની અંદરની તમામ ઑફરોની ઍક્સેસને દૂર કરવી.
(ज) વપરાશકર્તા પાસવર્ડ અને વપરાશકર્તા ખાતા (અથવા તેના કોઈપણ ભાગ) સાથે જોડાયેલ તેની અંદરની તમામ સંબંધિત માહિતી, ફાઇલો અને સામગ્રી કાઢી નાખવી.
(झ) એપ્લિકેશન અને/અથવા સેવાના વધુ ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો.
2. વધુમાં, વપરાશકર્તા સંમત થાય છે કે કોઈ કારણસર કરવામાં આવેલ તમામ સમાપ્તિ કંપનીની સંપૂર્ણ વિવેકબુદ્ધિથી કરવામાં આવશે અને તે કંપની વપરાશકર્તા અથવા કોઈપણ તૃતીય પક્ષ માટે વપરાશકર્તા ખાતાની કોઈપણ સમાપ્તિ માટે, કોઈપણ સંકળાયેલ ઇમેઇલ સરનામું અથવા સેવાઓની ઍક્સેસ માટે જવાબદાર રહેશે નહીં. આ હેઠળ ચૂકવવામાં આવેલ કોઈપણ ફી બિન-રિફંડપાત્ર છે. આ કરારની તમામ જોગવાઈઓ કે જે તેમના સ્વભાવ દ્વારા સમાપ્તિ પછી પણ રહેવા જોઈએ, સમાપ્તિ પછી પણ બની રહેશે, જેમાં કોઈ મર્યાદા વિના, માલિકીની જોગવાઈઓ અને વોરંટી અસ્વીકરણનો સમાવેશ થાય છે.
3. અમે એપ્લિકેશનના દુરુપયોગ માટે જવાબદાર હોય તેવા એપ્લિકેશનના કોઈપણ વપરાશકર્તાઓ સામે યોગ્ય પ્રતિબંધો લાગુ કરવાનો અમારો અધિકાર પણ અનામત રાખીએ છીએ. આવા પ્રતિબંધોમાં (a) ઔપચારિક ચેતવણી, (b) એપ્લિકેશનની ઍક્સેસનું સસ્પેન્શન, (c) વપરાશકર્તાની ઍક્સેસની મર્યાદા, (d) અમારી એપ્લિકેશન અથવા સેવાઓની સાથે વપરાશકર્તાની કોઈપણ નોંધણીની સમાપ્તિ.
અન્ય વેબસાઇટ્સની લિંક્સ
અમે સમયાંતરે આ એપ્લિકેશન પરની સામગ્રીને અપડેટ કરી શકીએ છીએ, પરંતુ તેની સામગ્રી સંપૂર્ણ અથવા અપ ટુ ડેટ નથી. એપ્લિકેશન પરની કોઈપણ સામગ્રી કોઈપણ સમયે જૂની હોઈ શકે છે, અને અમે આવી સામગ્રીને અપડેટ કરવાની કોઈ જવાબદારી લેતા નથી.
જો એપ્લિકેશનમાં તૃતીય પક્ષો દ્વારા પ્રદાન કરવામાં આવેલી અન્ય સાઇટ્સ અને સંસાધનોની લિંક્સ હોય, તો આ લિંક્સ ફક્ત તમારી સુવિધા માટે પ્રદાન કરવામાં આવે છે. આમાં જાહેરાતોમાં સમાવિષ્ટ લિંક્સનો સમાવેશ થાય છે, જેમાં બેનર જાહેરાતો અને પ્રાયોજિત લિંક્સનો સમાવેશ થાય છે. તે સાઇટ્સ અથવા સંસાધનોની સામગ્રી પર અમારું કોઈ નિયંત્રણ નથી અને અમે તેમના માટે અથવા તેમના ઉપયોગથી ઉદ્ભવતા કોઈપણ નુકસાન અથવા ક્ષતિ માટે કોઈ જવાબદારી સ્વીકારતા નથી.
જો તમે આ એપ્લિકેશન સાથે જોડાયેલ કોઈપણ તૃતીય-પક્ષ વેબસાઇટ્સને ઍક્સેસ કરવાનું નક્કી કરો છો, તો તમે તે સંપૂર્ણપણે તમારા પોતાના જોખમે કરો છો અને આવી વેબસાઇટ્સ માટે ઉપયોગના નિયમો અને શરતોને આધીન છો.
તૃતીય-પક્ષની વેબસાઇટો કંપનીના નિયંત્રણ હેઠળ નથી, અને તમે સ્વીકારો છો કે કંપની તે અન્ય વેબસાઇટો અથવા સંસાધનોની સામગ્રી, કાર્યો, ચોકસાઈ, કાયદેસરતા, યોગ્યતા અથવા અન્ય કોઈપણ પાસા માટે જવાબદાર નથી. એપ્લિકેશનની કોઈપણ લિંકની અન્ય વેબસાઇટ પરનો સમાવેશ કંપની દ્વારા સમર્થન અથવા તેની સાથે જોડાણ સૂચિત કરતું નથી. તમે વધુમાં સ્વીકારો છો અને સંમત થાઓ છો કે કોઈપણ તૃતીય-પક્ષ વેબસાઇટ અથવા સંસાધન દ્વારા ઉપલબ્ધ કોઈપણ સામગ્રી, સામાન અથવા સેવાઓના ઉપયોગથી સંબંધિત કોઈપણ નુકસાન માટે કંપની જવાબદાર રહેશે નહીં. અમે તપાસ કરવા અથવા મૂલ્યાંકન કરવા માટે જવાબદાર નથી, અને આવી કોઈપણ અન્ય વેબસાઈટ/હાયપરલિંકની સામગ્રીને લગતી કોઈપણ રીતે સમર્થન, વોરંટી અથવા રજૂઆત કરતા નથી, અને આવી કોઈપણ અન્ય વેબસાઇટ અથવા તેના સંબંધિત વ્યવસાયોની ક્રિયાઓ, ઉત્પાદનો, સેવાઓ અથવા સામગ્રીઓ માટે જવાબદાર નથી અથવા કોઈ જવાબદારી સ્વીકારીશું નહીં.
ક્ષતિપૂર્તિ
તમે કંપની, તેના આનુષંગિકો, લાઇસન્સર્સ અને સેવા પ્રદાતાઓ અને તેમના સંબંધિત અધિકારીઓ, ડિરેક્ટર્સ, કર્મચારીઓ, ઠેકેદારો, એજન્ટો, સપ્લાયર્સ, અનુગામીઓ અને નિમણૂકોની કોઈ તૃતીય પક્ષ દ્વારા કરવામાં આવેલ કોઈપણ દાવાઓ, જવાબદારીઓ, નુકસાની, નિર્ણય,પુરસ્કારો, ક્ષતિ, વ્યય, ખર્ચ અથવા ફી (વાજબી વકીલની ફી સહિત) માંથી બચવા, ક્ષતિપૂર્તિ કરવા અને હાનિરહિત રાખવા માટે સંમત થાઓ છો અને/અથવા વપરાશકર્તા દ્વારા કરારના ઉલ્લંઘનને કારણે અને/અથવા તેના લીધે ઉદ્ભવતા દંડ અને/અથવા કોઈપણ કાયદા, નિયમ અથવા નિયમન અને/અથવા કોઈપણ તૃતીય પક્ષના અધિકારોના ઉલ્લંઘનથી અને/અથવા વપરાશકર્તા દ્વારા ઉલ્લંઘન, જેમાં કોઈપણ મર્યાદા વિના કૉપિરાઇટ અને ટ્રેડમાર્કનું ઉલ્લંઘન, અશ્લીલ અને/અથવા અભદ્ર પોસ્ટિંગ, અને બદનક્ષી, અને/અથવા કોઈપણ તૃતીય પક્ષ દ્વારા વપરાશકર્તાના એકાઉન્ટનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ અને/અથવા એકમના કોઈપણ બૌદ્ધિક સંપદા અને/અથવા અન્ય અધિકારોનો સમાવેશ થાય છે.
વિવાદનું નિરાકરણ, નિયમનકારી કાયદો અને અધિકારક્ષેત્ર
વિવાદનું નિરાકરણ: આ કરારમાંથી ઉદ્ભવતા અથવા તેના સંબંધમાં ઉદ્ભવતા કોઈપણ વિવાદ, જેમાં તેના અસ્તિત્વ, માન્યતા અથવા સમાપ્તિ અંગેના કોઈપણ પ્રશ્નનો સમાવેશ થાય છે, મુંબઈ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન (“MCIA નિયમો”),ના મધ્યસ્થતાના નિયમો અનુસાર મધ્યસ્થતા માટે મોકલવામાં આવશે અને અંતે ઉકેલવામાં આવશે. જે નિયમોને આ કલમમાં સંદર્ભ દ્વારા સમાવિષ્ટ હોવાનું માનવામાં આવે છે. મધ્યસ્થતા મુંબઈમાં કરવામાં આવશે. ટ્રિબ્યુનલમાં એક મધ્યસ્થીનો સમાવેશ થશે. મધ્યસ્થતાની ભાષા અંગ્રેજી રહેશે.
નિયમનકારી કાયદો અને અધિકારક્ષેત્ર: એપ્લિકેશન અને કરારને લગતી તમામ બાબતો અને તેમાંથી ઉદ્ભવતા અથવા તેનાથી સંબંધિત કોઈપણ વિવાદ અથવા દાવા (દરેક કિસ્સામાં, બિન-કરાર આધારિત વિવાદો અથવા દાવાઓ સહિત) ભારતના કાયદા દ્વારા સંચાલિત થશે અને તેનું નિર્માણ કરવામાં આવશે અને માત્ર મુંબઈ ખાતેની અદાલતોને વિશિષ્ટ અધિકારક્ષેત્ર હશે.
અણઘારી ઘટના
કંપની આ કરાર હેઠળ તેની કોઈપણ જવાબદારી નિભાવવામાં તેની તરફથી કોઈપણ નિષ્ફળતા અને/અથવા વિલંબ માટે અને/અથવા વપરાશકર્તા દ્વારા આના લીધે થવા વાળા કોઈપણ નુકસાન, ક્ષતિ, ખર્ચ, શુલ્ક અને વ્યય માટે જવાબદાર રહેશે નહીં, જો આવી નિષ્ફળતા અને/અથવા વિલંબ અહી નિર્ધારિત અણઘારી ઘટનાના પરિણામે અથવા તેના કારણે ઉદ્ભવે છે. સમજૂતી: "ફોર્સ મેજ્યુર ઇવેન્ટ" નો અર્થ છે કંપનીના વાજબી નિયંત્રણની બહારના કોઈપણ કારણને લીધે થતી કોઈપણ ઘટના, જેમાં મર્યાદા વિના, કોઈપણ સંચાર પ્રણાલીની અનુપલબ્ધતા, તોડફોડ, આગ, પૂર, ધરતીકંપ, વિસ્ફોટ, ભગવાનના પરચા, લોકોના હંગામાઓ, હડતાલ, તાળાબંધી, અને/અથવા કોઈપણ પ્રકારની ઔદ્યોગિક કાર્યવાહી, પરિવહન સુવિધાઓ ખોરવાવી, રમખાણો, બળવો, યુદ્ધ જાહેર કરવામાં આવ્યું હોય કે ન હોય, દુશ્મનાવટ, સરકારના કાર્યો, સરકારી આદેશો અથવા પ્રતિબંધો, એપ્લિકેશનની સેવા ખોરવાઈ જવી અને/અથવા હેકિંગ અને/અથવા એપ્લિકેશન હેઠળના ઉત્પાદનો અને/અથવા સેવાઓનો લાભ મેળવવા માટે પૂરી પાડવામાં આવેલ સામગ્રીઓ, કે જેથી કરાર હેઠળની જવાબદારીઓનું પાલન કરવું અશક્ય બની રહે છે, અથવા કંપનીના નિયંત્રણની બહારના અન્ય કોઈ કારણ અથવા સંજોગો કે જે કંપનીની જવાબદારીને સમયસર પૂરી કરતાં રોકે છે.
સામાન્ય જોગવાઈ
માફી અને વિભાજનક્ષમતા
આ ઉપયોગની શરતોમાં નિર્ધારિત કોઈપણ નિયમ અથવા શરતની કંપની દ્વારા કોઈ પણ માફીને આવા નિયમ અથવા શરતની વધુ અથવા ચાલુ માફી અથવા અન્ય કોઈપણ શરત અથવા શરતની માફી માનવામાં આવશે નહીં, અને આ ઉપયોગની શરતો હેઠળનો અધિકાર અથવા જોગવાઈનો દાવો કરવામાં કંપનીની કોઈપણ નિષ્ફળતા આવા અધિકાર અથવા જોગવાઈની છૂટ માનવમાં આવશે નહી.
જો આ ઉપયોગની શરતોની કોઈપણ જોગવાઈ અદાલત અથવા સક્ષમ અધિકારક્ષેત્રના અન્ય ટ્રિબ્યુનલ દ્વારા કોઈપણ કારણોસર અમાન્ય, ગેરકાયદેસર અથવા લાગુ ન કરવા યોગ્ય માનવામાં આવે છે, તો આવી જોગવાઈને નાબૂદ કરવામાં આવશે અથવા ન્યૂનતમ હદ સુધી મર્યાદિત કરવામાં આવશે જેથી ઉપયોગની શરતોની બાકીની જોગવાઈઓ પૂર્ણ શક્તિથી અને અસરમાં ચાલુ રહેશે.
સમગ્ર કરાર
ઉપયોગની શરતો અને અમારી ગોપનીયતા નીતિ એપ્લિકેશનના સંદર્ભમાં તમારી અને કંપનીની વચ્ચે એકમાત્ર અને સંપૂર્ણ કરારની રચના કરે છે અને એપ્લિકેશનના સંદર્ભમાં તમામ પૂર્વ અને સમકાલીન સમજણ, કરારો, રજૂઆતો અને વોરંટી, લેખિત અને મૌખિક બંનેનું સ્થાન લે છે.
ભૌગોલિક પ્રતિબંધો
એપ્લિકેશનના માલિક ભારતમાં રહે છે. અમે એવો દાવો નથી કરતા કે એપ્લિકેશન અથવા તેની કોઈપણ સામગ્રી ભારતની બહાર યોગ્ય છે. અમુક વ્યક્તિઓ અથવા અમુક દેશોમાં એપ્લિકેશનની ઍક્સેસ કાયદેસર ન હોઈ શકે. જો તમે એપ્લિકેશનને ભારતની બહારથી ઍક્સેસ કરો છો, તો તમે તમારા જોખમ પર આવું કરો છો અને સ્થાનિક કાયદાઓના પાલન માટે જવાબદાર છો.
ઈ-મેલ્સ
એપ્લિકેશનના સંબંધમાં લેણ-દેણ સંબંધિત ઈમેલ સિવાય, રજીસ્ટ્રેશન, યુઝર-આઈડી/પાસવર્ડને સંબંધિત માહિતી, એપ્લિકેશન ફી સંબંધિત ઈમેઈલ, પ્રમોશન/માર્કેટિંગ મેઈલર્સ/ન્યૂઝલેટર્સ થી સંબંધિત કોઈપણ ઈમેઈલ તમને મોકલવામાં આવશે નહીં.
ફરિયાદ અધિકારી
એપ્લિકેશનની કામગીરીને લગતી તમામ સેવા ફરિયાદો નીચે દર્શાવેલ વિગતોના માધ્યમ દ્વારા લોગ ઈન કરી શકાય છે, જેમાં કંપનીના નિયુક્ત કર્મચારીઓ સાથે સંપર્ક કરી શકશો.
એપ્લિકેશનને લગતી કોઈપણ સેવા-સંબંધિત પ્રશ્નો અથવા ફરિયાદો માટે, તમે અમને [email protected] પર ઈમેઈલ કરી શકો છો.
એપ્લિકેશનની મુલાકાત લેવા બદલ આભાર.